[1] પ્રેમ એટલે… સંતોષ
ક્યારેય નહોતી વિચારી એવી સ્થિતિ;
ન સહેવાય કે કહેવાય એવી સ્થિતિ.
જીવનનો સાર છે હવે પામી લીધો;
મોક્ષ ચહું નહીં, જો, તને પામી લીધો.
તું આકાશ ને તું જ ધરતી મારી;
એક તો સમય હશે, બની રહીશ હું તારી.
ડરું છું ક્યાંક તું દૂર ન થઈ જાય;
જીવન જીવવા કરતાં સહેવાનું ન રહી જાય.
કદાચ જો તું સમજે મારી લાગણીનો સમન્દર;
તો એના હર બુંદમાં જોજે તને ઓ હમસફર.
[2] પ્રેમ એટલે…. નિખાલસતા
મને ગમે છે તું
ને તને ગમી ગઈ હું;
તો પછી શાને કાજ
શરમાઈને ચૂપ રહું ?
ચાહુ, જણાવું હું બધાંને
મને એ મળી ગયું,
જેને પામીને તો મારું
સપનું હકીકત થયું.
મનમાં અનેક સવાલો
હતા વિના જવાબ,
સવાલો એ હલ થયા ને
મળ્યું સુખ લાજવાબ.
આંખોમાં હવે આંજું
પ્રેમનું જ કાજળ,
પ્રેમ જ વરસાવે
આભમાંથી વાદળ.
પ્રેમ જ કણકણમાં
પ્રાણ પૂરી રહ્યો !
પ્રેમ જ જીવન રંગોળીમાં
રંગ ભરી રહ્યો.
પ્રેમ શ્વાસમાં, પ્રેમ પ્યાસમાં
પ્રેમ દીસે હરદિશ;
પ્રેમ આપી જીવન મારું
સફળ કર્યું ઓ ઈશ !
[3] પ્રેમ એટલે… શબ્દો
શબ્દોથી વણાતાં વાતોનાં વસ્ત્રો;
શબ્દોથી જ ભોંકાતાં શૂળ-શાં શસ્ત્રો.
શબ્દોની રમતમાં હોય જે પાવરધા;
દુનિયાને તો જીતી લે છે એ બંદા.
શબ્દોને ગમે તેમ બહાર લાવી દો,
નહિંતર એ તોડશે ક્વચિત્ શિસ્ત-કાયદો.
શબ્દો મનમાં રહી જ્યારે બને વિચાર,
અચાનક બહાર આવી કરે લાચાર.
શબ્દોથી જીતવા શબ્દોનો સાથ લો,
કડવા શબ્દોને પ્રેમથી માત દો.
[4] પ્રેમ એટલે….. શોધ
ભીંતરમાં છે છુપાયો;
આતમમાં તું ઘૂંટાયો,
છતાં હજુ પરાયો !
કહે ક્યાં છે તું પિયુ ?
સપનાંમાં તું મલકાયો;
પવન બની લહેરાયો;
સ્પર્શી ગયો સવાયો
કહે ક્યાં છે તું પિયુ ?
સાગરમાં તું સમાયો;
આ દિલમાં તું સચવાયો;
આ આંખમાં છલકાયો !
કહે ક્યાં છે તું પિયુ ?
જાણ્યો છતાં અજાણ્યો
કોણ છે એ ભેદ ન જાણ્યો !
હવે સામે આવ, સાવરિયા !
અરે ! ક્યાં છે તું પિયુ ?
- બંધનમાં મુક્તિ – પૂજા શાહ
March 5, 2008 at 12:30 pm
Hello Friends,
what i say about LOVE.
Becouse everybody know babout love.
i think that ” LOVE IS LIFE” or life ” Life is like an ice-cream, enjoy it before it is melt”. so understand this few words.
Or “Heart is happinest when it beats for others “.